દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો ડેટા લીક સામે આવ્યો છે. ICMR પાસે ઉપલબ્ધ 81.5 કરોડ લોકોનો ડેટા માત્ર થોડા રૂપિયામાં ડાર્ક વેબ પર સરળતાથી ઉપલબ્ધ થઇ ગયો છે. અમેરિકાની કંપની રિસિક્યોરિટીનો દાવો છે કે 81.5 કરોડ ભારતીયોના આધાર અને પાસપોર્ટથી જોડાયેલો ડેટા ડાર્ક વેબ પર લીક થયો છે. ભારતીયોનાં નામ, ફોન નંબર, એડ્રેસ, આધાર અને પાસપોર્ટ સંબંધી માહિતીને ઓનલાઇન વેચવાના પ્રયાસ કરવામાં આવ્યા છે, એમ અહેવાલ કહે છે. દેશવાસીઓની વિગતો લીક થવાના મામલે સંજ્ઞાન લઈને સીબીઆઈ તપાસ કરી શકે છે. જોકે, ICMRએ હજુ સુધી આ અંગે કોઈ ફરિયાદ કરી નથી.