દશેરા નિમિત્તે સુરતીએ કરોડો રૂપિયાના ફાફડા અને જલેબી આરોગી જતા હોય છે. બીજી તરફ ફાફડા અને જલેબીને કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થાય તે માટે સુરત મનપાનું આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે. સોમવારે સુરતની અનેક જગ્યાએ દરોડાંની કાર્યવાહી કરવામાં આવી હતી અને વિવિધ દુકાનોમાંથી સેમ્પલો લેવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે દશેરાના દિવસે ફાફડા અને જલેબીની ખૂબ માંગ રહેતી હોય છે. આ તકનો લાભ લઈને ફરસાણના વેપારીઓ હલકી ગુણવત્તાના લોટ અને તેલનો ઉપયોગ કરતા હોય છે. વધુ નફો રળવા માટે વેપારીઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે.