શનિવારે કેરળના કિનારે નૈઋત્યના ચોમાસાના શ્રીગણેશ થયા હતા. હવામાન ખાતા અને અન્ય એજન્સીઓની આગાહીથી વિપરિત આઠ દિવસ મોડું ચોમાસું કેરળના કાંઠે આવ્યું હતું. આ સાથે જ ભારતમાં નૈઋત્યના ચોમાસાનો પ્રારંભ થયો છે. કેરળના ઘણાં બધા જિલ્લાઓમાં સામાન્યથી અતિ ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. સામાન્ય રીતે ૧ જૂનના રોજ કેરળના કિનારે ચોમાસું ટકરાતું હોય છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે દક્ષિણમાં લક્ષ્યદ્વીપ ઉપર ચક્રવાતી માહોલ સર્જાયેલો છે. દક્ષિણ પૂર્વ અરબ સાગરમાં પણ લો પ્રેસર સિસ્ટમ ઊભી થઈ રહી છે. આગામી ૨૪ કલાકમાં ચોમાસું કેરળ ઉપરથી આગળ વધીને પૂર્વોત્તર ત્રિપુરામાં પણ ટકરાશે. ત્યારબાદ તબક્કાવાર તે દેશના વિવિધ ભાગમાં પહોંચશે. ઉલ્લેખનીય છે કે, ભારતીય હવામાન વિભાગ દ્વારા ૯૬ ટકા અને સ્કાયમેટ દ્વારા ૯૩ ટકા વરસાદ થશે તેવું અનુમાન બાંધવામાં આવ્યું છે.