ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ દેશની યુવા પેઢીને નીડર બનવા કહેતાં દરેક પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવા જણાવ્યું હતું. સાથે દેશમાં ધિક્કાર અને વિભાજન ફેલાવતાં પરિબળો સામે એક થઈ ઊભા રહેવા અનુરોધ કર્યો હતો.
ભારત-જોડો-પદયાત્રા દરમિયાન મહારાષ્ટ્ર પહોંચેલા રાહુલ ગાંધીએ એક વિશાળ રેલીને સંબોધન કર્યું હતું. તે પછી પત્રકારોએ તેઓને પૂછયું હતું કે, આજની યુવા પેઢીને તમારો શો સંદેશો છે ? ત્યારે કોંગ્રેસ પૂર્વ પ્રમુખે સ્પષ્ટ ઉત્તર આપતાં કહ્યું, 'ડરો મત.'