હિમાચલ પ્રદેશમાં અતી ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પુર આવ્યું હતું, જેને પગલે અનેક મકાનો અને કાર પાણીમાં તણાઇ ગયા હતા. ખરાબ વાતાવરણને કારણે ધર્મશાળામાં એરપોર્ટને પણ બંધ કરી દેવું પડયું હતું. જ્યારે જિલ્લા પ્રશાસને પર્યટકોને કહ્યું છે કે હાલ ભારે વરસાદને કારણે તેઓએ આ પ્રદેશની મુલાકાત માટે આવવાનું ટાળવું જોઇએ.
ધર્મશાળામાં ભારે વરસાદને કારણે વાહનો તણાઇ ગયાનો વીડિયો પણ વાઇરલ થયો હતો. વીડિયોમાં ચાર કાર, અનેક બાઇક્સ તણાયા હોવાનો વીડિયો સામે આવ્યો હતો. જ્યારે ભાગસુનાગમાં એક સરકારી સ્કૂલની બિલ્ડિંગ ધરાશાઇ થઇ ગઇ હતી.