ગુજરાતમાં વાઘની હાજરી અંગે વૈજ્ઞાનિક અભ્યાસ હાથ ધરવો જોઈએ, તેવી માંગણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝના કોર્પોરેટ અફેર્સ વિભાગના ગ્રૂપ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીએ કરી છે. તેમણે કહ્યું કે વન્ય જીવ નિષ્ણાતોએ રજૂ કરેલા આ અંગેના પુરાવાની ચકાસણી કરવી જોઈએ. ડાંગની સુબિર રેન્જ હેઠળ 7 થી 8 વાઘની હાજરી હોવાનો દાવો નિષ્ણાતોએ કર્યો હતો.