ડાંગની દિકરી - સરીતા ગાયકવાડ વર્લ્ડ રિલે ચેમ્પિયનશીપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ચેમ્પિયનશીપ 21 એપ્રિલે બાહમાસમાં યોજાશે. 400મીટરની રિલે દોડમાં તે ભાગ લેશે. સરિતાએ 400 મીટરની દોડમાં દેશના ત્રણ ટોચના દોડવીરમાં સ્થાન મેળવેલું. તેથી વિશેષ તાલીમ માટે તેની પસંદગી નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ, પટિયાલામાં થઈ. અગાઉ ઉચી કુદ અને લાંબી કુદમાં તે ભાગ લેતી, પણ હવે રિલે દોડ તેનું લક્ષ્ય છે.