કચ્છના ભચાઉ તાલુકાના ચિરાઈ ગામ પાસે નર્મદાની મુખ્ય પાઈપમાં ભંગાણ પડતા પાણી પુરવઠો ખોરવાયો. ભંગાણના પગલે લાખો લીટર પાણી વેડફાયું. પાઈપ લાઈનમાં ભંગાણના કારણે 20 ફૂટ સુધી પાણીના ઉંચા ફૂવારા ઉડતા હતા. જેથી આસપાસના વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા. આ સ્થિતિમાં પાણી પુરવઠો બે દિવસ બંધ રહેવાનો અંદાજ છે. જો કે, સરકારે 24 કલાકમાં પાણી પુરવઠો પૂર્વવત કરવાનો દાવો કર્યો.