કેન્દ્ર સરકારની એડોપ્ટ અ હેરિટેજ સ્કીમ હેઠળ ઐતિહાસિક લાલ કિલ્લાને દાલમિયા ગ્રુપ દ્વારા દત્તક લેવામાં આવ્યું છે. દેશની ઓળખસમાન આ ઐતિહાસિક ધરોહરની સંભાળ માટે દાલમિયા ગ્રુપે 25 કરોડમાં ડીલ કરી છે. લાલકિલ્લાને પાંચ વર્ષ માટે દત્તક લેવા માટે દાલમિયા ગ્રુપ સાથે ઈન્ડિગો એરલાઈન્સ અને ડીએમઆર ગ્રુપ પણ મેદાનમાં હતું. હવે આવનારા દિવસોમાં તાજમહેલને પણ દત્તક અપાશે તેમ જાણવા મળે છે.