ઉત્તર પ્રદેશના લખિમપુર-ખિરિના નિઘાસનમાં બે સગીર દલિત બહેનો પર કથિત બળાત્કાર, હત્યા બદલ છ લોકોની ધરપકડ કરાઈ છે, જેમાંથી પાંચ મુસ્લિમ છે. બંને દલિત બહેનોના મૃતદેહ શેરડીના ખેતરમાં એક ઝાડ પર લટકેલી હાલતમાં મળી આવ્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાયું છે કે બંને બહેનો પર બળાત્કાર કરાયા પછી તેમનું ગળુ દબાવી હત્યા કરાઈ હતી તેમ પોલીસે જણાવ્યું હતું. દરમિયાન મૃતક બહેનોનો પરિવારની માગો પૂરી થવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટના આશ્વાસન પછી પરિવારે ગુરુવારે મોડી સાંજે બંને બહેનોના અંતિમ સંસ્કાર કરાયા હતા. આ મુદ્દે ઉત્તર પ્રદેશમાં ગુરુવારે આખો દિવસ રાજકીય આક્ષેપબાજી થઈ હતી.