સુપ્રીમ કોર્ટમાં SC-ST એક્ટમાં ફેરફાર અંગેના નિર્ણય સામે દલિત સંગઠનો દ્વારા અપાયેલા ભારત બંધ દરમ્યાન અમદાવાદના સારંગપુર વિસ્તારમાં દલિતો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. તોફાની ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરતાં પોલીસે ટિયરગેસના સાત સેલ છોડ્યાં હતાં. સારંગપુર અને સરસપુર વિસ્તારમાં દલિતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. રસ્તા બ્લોક કરી દેવામાં આવ્યા છે.