નાગા સાધુઓના ૧૩ મુખ્ય અખાડા પૈકીનો એક જુનો અખાડોમાં ૩૦૦ દલિત પુરુષો પણ સંત બનવાની દીક્ષા ગ્રહણ કરશે. અખાડાના જણાવ્યા મુજબ જુના અખાડામાં લાખો સંતો છે જેમાંથી દલિતોની સંખ્યા ૫૦૦ની આસપાસ છે. વર્તમાન સમયમાં આઠ સંતોને મહામંડળેશ્વરની ઉપાધી આપેલ છે. જેમાં ત્રણ મહિલા સંતોનો સમાવેશ થાય છે. આગામી વર્ષે યોજાનાર મહાકુંભ મેળાને ધ્યાનમાં રાખી આ તૈયારી કરવામાં આવી રહી છે.