બનાસકાંઠા જિલ્લાના ગોલગામમાં રહેતા એક દલિત પરિવારમાં લગ્ન પ્રસંગે કંકોત્રીમાં વરરાજાના નામની પાછળ ‘સિંહ’ લખાતા દરબાર-રાજપૂત સમાજના કેટલાક લોકોએ કંકોત્રી રદ કરવા માટે દલિત યુવક કાનજી ભાદરુને ધમકી આપી છે. કાનજી ભાદરુ છેલ્લા 5 વર્ષથી ડિસા પોલીસમાં ફરજ બજાવી રહ્યા છે. ભાદરુએ કહ્યું કે તેનો નાનો ભાઇ હિતેશના લગ્ન છે. હાલ તો આ દલિત પરિવારે રક્ષણ માટે માંગણી કરી છે.