રાજકોટના નાના મવા નજીક રાજનગરમાં ડો.બાબા સાહેબ આંબેડકરની બે મૂર્તિ અચાનક જ ગાયબ થતા દલિત સમાજ રસ્તા પર આવી ગયો છે. લોકોના ટોળેટોળા ઉમટી પડી રસ્તો રોકી ચક્કાજામ કરી દેવામાં આવ્યો છે. તેમજ મહિલાઓ રસ્તા પર બેસી ગઇ છે. ઘટનાના પગલે પોલીસ દોડી ગઇ છે અને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.