ઉત્તર ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની કચ્છ મુલાકાતથી આઈબી અધિકારીઓની દોડધામ મચી હતી. 14 એપ્રિલે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિના દિવસે જીજ્ઞેશ મેવાણી રાજ્યભરના દલિતોની માંગણીઓ પૂર્ણ કરવા માટે કચ્છના સમખિયાળાથી આંદોલનની શરૂઆત કરશે. જેને અનુલક્ષીને તેઓ સમખિયાળીની મુલાકાતે પહોંચ્યા હતા. મેવાણીને કોણ મળવા આવે છે સહિતના મુદ્દે જાણવા આઈબીએ દોડધામ મચાવી હોવાનું બિનસત્તાવાર જાણવા મળે છે.