પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પર ગામમાં દલિતોએ સામૂહિક હિજરત કરવી પડી. ઉનાકાંડના પગલે મૃત પશુઓને નહીં ઉંચકવાનું બંધ કરતાં ગ્રામજનોએ દલિતોનો બહિષ્કાર કર્યો. હાલ 14 પરિવારો ન્યાય માટે પાટણ કલેક્ટર કચેરી સામે ધરણા પર બેઠાં છે. દલિતોનો આરોપ છે કે ગામમાં સવર્ણો તેમને મૃત પશુઓ ઉંચકવાની ફરજ પાડે છે.