ઉત્તરપ્રદેશના બદાયું જિલ્લામાં દલિત અત્યાચારનો એક વધુ કિસ્સો સામે આવ્યો છે. અહીંના આઝમપુર બિસોરીયા ગામમાં એક દલિતને ફક્ત એટલા માટે મારવામાં આવ્યો કે તેણે ઘઉં કાપવાનો ઇન્કાર કર્યો હતો. ઉચ્ચ જાતિના લોકોએ આ દલિત યુવાનને માર તો માર્યો પણ સાથે તેની મૂંછો પણ મૂંડાવી નાખી હતી અને ઝાડ સાથે બાંધીને ખૂબ માર મરાયો હતો. આ બનાવથી દલિતોમાં આક્રોશ વ્યાપ્યો છે.