1940ના વિન્ટેજનું ડાકોટા ડીસી – 3 એરક્રાફ્ટ ટૂંક સમયમાં ભારતીય હવાઈ દળના વિન્ટેજ એરક્રાફ્ટ ફ્લાઈટમાં સામેલ થશે. ડાકોટા ડીસી-3ના વિશાળ કાફલાએ ભારતીય હવાઈ દળમાં 1988 સુધી સેવાઓ આપી હતી. આ એરક્રાફ્ટ તે સમયનું સૌથી વધુ પ્રતિભાશાળી હવાઈ જહાજ હતું. સૌપ્રથમ ડાકોટા વિમાન કે જેણે કાશ્મીર સાથેના સંઘર્ષ દરમિયાન 27 ઓકટોબર 1947ના રોજ સૌપ્રથમ શીખ રેજીમેન્ટને સ્થળાંતર કરાવ્યું હતું.