રાજ્યમાં કોરોના વાયરસના કારણે અનેક જાહેર કાર્યક્રમો રદ થઈ રહ્યા છે. તો હોળી નિમિત્તે ડાકોરમાં ફાગણોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તે પણ રદ કરવામાં આવ્યું છે. ખેડા જિલ્લા કલેક્ટરે ડાકોરમાં ફાગણોત્સવ રદ કરવામાં આવ્યો હોવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારના સંગીત નાટક અકાદમી દ્વારા હોળી નિમિત્તે ડાકોરમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ કોરોના વાયરસના શંકાસ્પદ કેસો વધવાને કારણે આ જાહેર કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. જોકે જે પદયાત્રીઓ ફાગણી પૂનમે ડાકોર આવી રહ્યાં છે તેઓ રણછોડરાયજીના દર્શનનો લાભ લઇ શકે છે.