ચંબલમાં આતંક મચાવનાર કુખ્યાત ડાકુ જગન ગુર્જરે હથિયારો સાથે આત્મસમર્પણ કર્યું છે. તેણે ભરતપુરના બયાના પોલીસમથકે પોલીસવડા માલિની અગ્રવાલ અને જિલ્લા પોલીસ અધિક્ષક કેસરસિંહ શેખાવત સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. ડકૈત ગુર્જરે હવે સમાજસેવા કરવા માટેની ઈચ્છા જાહેર કરી છે. પોલીસને માહિતી મળી હતી કે બાજના વિસ્તારમાં ડકૈત જગન આવ્યો છે. પોલીસે ઘેરી લીધા પછી તેણે આત્મસમર્પણ કર્યું હતું.