ભારતમાં ઉદ્યોગોના સંગઠન એસોચેમે મંગળવારે જણાવ્યું હતું કે, કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતોનાં આંદોલનને કારણે પંજાબ, હરિયાણા અને હિમાચલપ્રદેશ સહિતના આસપાસના વિસ્તારોમાં અર્થતંત્રને રોજનું રૂપિયા ૩૦૦૦થી ૩૫૦૦ કરોડનું નુકસાન થઇ રહ્યું છે.
ચેમ્બરના જણાવ્યા અનુસાર ૬૫ ટકાથી વધુ કન્સાઇનમેન્ટ પહોંચતાં ૫૦ ટકા વધુ સમય લાગી રહ્યો છે. વેરહાઉસ સુધી પહોંચવા માટે ટ્રાન્સપોર્ટ વ્હિકલ્સને ૫૦ ટકા અંતર વધુ કાપવું પડે છે. એસોચેમના પ્રમુખ નિરંજન હીરાનંદાનીએ જણાવ્યું હતું કે, ખેડૂતોનાં આંદોલનના કારણે સડકો, ટોલ પ્લાઝા અને રેલવેના ચક્કાજામનાં કારણે આર્થિક પ્રવૃત્તિઓ સ્થગિત થઇ ગઇ છે. એક્સપોર્ટ માર્કેટમાં નોંધપાત્ર યોગદાન આપતા ટેક્સ્ટાઇલ્સ, ઓટો કોમ્પોનન્ટ, બાઇસિકલ્સ, સ્પોર્ટ ગૂડ્સ સેક્ટર ક્રિસમસ પહેલાં તેમના ઓર્ડર પૂરા કરી શકવાની સ્થિતિમાં નથી.