વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ગુજરાતમાં આયોજિત કાર્યક્રમમાં 85,000 કરોડ રૂપિયાથી વધુની કિંમતની અંદાજે 6000 રેલવે પ્રોજેક્ટનો શિલાન્યાસ/રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. સમગ્ર દેશમાં 764 સ્થાનો પર વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા મોટા પાયે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દાહોદ વર્કશોપમાં દાહોદ લોકો મેન્યુફેકચરીંગ યુનિટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહ્યા.