કોરોના વાયરસની મહામારીને પગલે રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ છે, ત્યારે દાહોદ જિલ્લાની દેવગઢ બારીયા સબ જેલમાંથી કાચા કામના 13 કેદી ફરાર થઇ ગયા છે. કેદીઓ બેરકના 3 તાળા તોડીને કેદી ફરાર થઇ ગયા છે, ત્યારે કેદીઓને શોધવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.
દાહોદ જિલ્લા પોલીસ વડા સ્થળ પર પહોંચ્યા
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા સબ જેલમાંથી ગુરૂવારે મોડી રાત્રે 13 કેદી ભાગી જતા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. કેદીઓ ભાગી જતા દાહોદ જિલ્લા પોલીસ વડા લોકલ ક્રાઈમ બ્રાંચ સહિતનો પોલીસ કાફલો દેવગઢબારિયા સબ જેલ ખાતે પહોંચી ગયો છે અને કેદીઓ કેવી રીતે ભાગ્યા છે, તે અંગે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે 13 કેદી બે બેરકમાંથી ત્રણ તાળા તોડી ભાગી ગયા છે.
એક કેદી પકડાયો નથી ત્યાં જ 13 કેદી ભાગ્યા
ઉલ્લેખનિય છે કે, 7 ફેબ્રુઆરીના રોજ રાત્રે દેવગઢ બારીયા સબ જેલમાંથી 2 કેદી ભાગી જવામાં સફળ રહ્યા હતા. તે પૈકી એક કેદીને પોલીસે પકડી લીધો હતો. પરંતુ એક કેદી હજી પણ પોલીસની પકડથી દૂર છે.