-
આજના મોબાઇલ અને વોટ્સએપના યુગમાં નવી પેઢીના બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન વાર્તાના માધ્યમથી થાય એવો એક પ્રેરણાદાયી કાર્યક્રમ એટલે ઉત્તમનગર ગાર્ડન દાદા-દાદીનો ઓટલો. તેના કો-ઓર્ડિનેટર સોનલ મજુમદારે જણાવ્યું કે દાદા-દાદીનો ઓટલો એક એવું પ્લેટફોર્મ છે જ્યાં બાળકોને જ્ઞાનની સાથે ગમ્મત પડે એવી પ્રવૃતિઓ કરાવવામાં આવે છે. અગાઉ સંયુક્ત પરિવારમાં દાદા-દાદી પોતાના પૌત્રો અને પૌત્રીઓને ઘરમાં બેસાડીને વાતો કરતા હતા. પરંતુ હવે સ્થિતિ બદલાઇ ગઇ છે. એટલે બહારના દાદા-દાદી આવે અને બાળકોને જ્ઞાન આપે એવા કાર્યક્રમો થાય છે. આ ઓટલામાં કેટલાક બાળકો એવા પણ હતા કે જે બહુ સારી રીતે લુચ્ચુ શિયાળ અને લોભી કૂતરાની વાર્તા સહજતાથી કહી શક્તા હતા. તેમણે પણ વાર્તા કહીને આનંદ મેળવ્યો હતો. નવી પેઢી અને જુની પેઢી વચ્ચે જે સંવાદિતાનો અભાવ છે તે દૂર કરીને બાળકોની અંદર રહેલી જીજ્ઞાસા અને વાતો બહાર લાવવાનો પ્રયાસ તેઓ કરી રહ્યાં છે.