મલયકા અરોરા ખાન 'દબંગ ૩'નો હિસ્સો નહીં હોય એવી ચર્ચા બોલીવૂડમાં થતી હતી. પરંતુ તાજેતરમાં જ અભિનેત્રીએ પોતે જ જણાવ્યું હતુ કે તે 'દબંગ ૩'ની નિર્માત્રી હશે.જોકે તે આ ફિલ્મમાં કોઇ આઇટમ નંબર કરશે કે નહીં તેની સ્પષ્ટતા થઇ નથી. મલયકા અરોરા ખાન ફિલ્મ 'દબંગ ૩'ની નિર્માત્રી હશે અને આ રીતે તે ફિલ્મથી જોડાયેલી હશે.