દિલ્હીમાં કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (ડીએ)માં ૨ ટકાની વૃદ્ધિ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડીએમાં બે ટકા વૃદ્ધિનો લાભ એક જાન્યુઆરી, ૨૦૨૫થી આપવામાં આવશે. સરકારના આ નિર્ણયથી ૧.૧૫ કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને લાભ થશે.
કેબિનેટ બેઠક પછી માહિતી અને પ્રસારણ પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ંકેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં અને કન્દ્રીય પેન્શનરોના ડીઆરમાં એક જાન્યુઆરી, ૨૦૨૫થી બે ટકાની વૃદ્ધિ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.