ભારતીય હવામાન વિભાગ (IMD) એ શુક્રવારે જણાવ્યું હતું કે દક્ષિણ-પૂર્વ અને તને અડીને આવેલા દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં નીચા દબાણનું ક્ષેત્ર ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે અને 21 ઓક્ટોબરની સવાર સુધીમાં તે ચક્રવાતી તોફાન તીવ્ર બને તેવી શક્યતા છે. હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતના નામકરણ માટે અપનાવવામાં આવેલી ફોર્મ્યુલા અનુસાર તેને ‘તેજ’ નામ આપવામાં આવ્યુ છે. આ રીતે, આ વર્ષે અરબી સમુદ્રમાં આ બીજું ચક્રવાતી તોફાન હશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ચક્રવાતી તોફાન ‘તેજ’, ડીપ ડિપ્રેશનને પગલે, રવિવારે વધુ તીવ્ર બનીને એક ગંભીર ચક્રવાતી તોફાનમાં રૂપાંતરિત થશે અને ઓમાનના દક્ષિણ કિનારા અને આસપાસના વિસ્તારો તરફ આગળ વધશે.