યાસ વાવાઝોડું મંગળવાર સાંજે ભીષણ ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે. આ જાણકારી ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD)ના મહાનિદેશક એમ. મહાપાત્રએ આપી. આઇએમડીએ ઓડિશા અને પશ્ચિમ બંગાળ માટે રેડ કોડેડ અલર્ટ જાહેર કર્યું છે. યાસ વાવાઝોડાના કારણે ઓડિશા અને પશ્ચિમ બંગાળના મોટાભાગના હિસ્સામાં તોફાની પવનની સાથે વરસાદ પડી રહ્યો છે.
બુધવાર સવારે 5:30 વાગ્યે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ, યાસ વાવાઝોડું હજુ બંગાળની ખાડીમાં ઓડિશાના ધમરાથી 60 કિલોમીટર દૂર, પારાદીપના પશ્ચિમ-ઉત્તર પૂર્વમાં 90 કિલોમીટર, પશ્ચિમ બંગાળના દીધાથી 100 કિલોમીટર અને ઓડિશાના બાલાસોરથી દક્ષિણ-દક્ષિણ પૂર્વમાં 105 કિલોમીટર દૂર હતું.