દેશમાં અનેક રાજ્યોમાં સામાન્યથી ભારે વરસાદ પડી રહ્યો છે, તો કેટલાક રાજ્યોમાં વરસાદ આફત બની ગયો છે. ત્યારે ભારતીય હવામાન વિભાગે (IMD) ફરી કેટલાક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. આઈએમડીએ ગુજરાત, રાજસ્થાન, દિલ્હી સહિત અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યુ છે.