NCMCએ આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, અને પુડુચેરીના કાંઠા વિસ્તારોમાં ગંભીર ચક્રવાત નિવારની સ્થિતિની સમીક્ષા કરી અને રાજ્યોને જલદી શક્ય દરેક મદદનું આશ્વાસન આપ્યું. એક અધિકૃત પ્રવક્તાએ કહ્યું કે કેબિનેટ સચિવ રાજીવ ગાબાની અધ્યક્ષતાવાળી રાષ્ટ્રીય સંકટ પ્રબંધન સમિતિ (NCMC) પણ તમામ સંબંધિત કામોને ચાલુ રાખવાના નિર્દેશ આપ્યા છે. NCMCએ આંધ્ર પ્રદેશ, તામિલનાડુ અને પુડુચેરીના મુખ્ય સચિવો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજી નિવારની સ્થિતિની સમીક્ષા કરી.
ત્રણ રાજ્યોના મુખ્ય સચિવો, ભારત હવામાન વિભાગના ડાઈરેક્ટર્સ અને NDRFએ NCMCને તેમની તૈયારીઓ અંગે જાણકારી આપી અને ઉલ્લેખ કર્યો કે અધિકારી કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ તૈયાર છે. NDRFના પ્રમુખે કહ્યું કે અત્યાર સુધીમાં NDRFની 30 ટીમોને ત્રણ રાજ્યોમાં તૈનાત કરાઈ છે. જ્યારે તત્કાળ તૈનાતી માટે 20 વધુ ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. અત્રે જણાવવાનું કે NDRFની એક ટીમમાં 40 કર્મી હોય છે.