સમગ્ર દેશથી લઇને હાલ ગુજરાત પણ કોરોના સંકટ સામે ઝઝુમી રહ્યું છે. ત્યારે લાગે છે કે ગુજરાત પર બીજું મોટું સંકટ આવવા જઇ રહ્યું છે. ત્યારે તમને જણાવી દઇએ કે વિન્ડી (www.windy.com) અનુસાર, ગુજરાતનાં અરબી સમુદ્રમાં નવી સાયક્લોન પેટર્ન સર્જાઇ રહી છે જેથી તારીખ 3જી જૂનની આસપાસ ગુજરાતનાં દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટકવાની શક્યતા સેવાઇ રહી છે.
જૂનનાં પ્રથમ સપ્તાહમાં જ કોઇ પણ રાત્રીએ પશ્ચિમ ભારતનાં રાજ્યોને આ સાયક્લોન પેટર્નને કારણે વાવાઝોડું ત્રાટકી શકે છે. આવનારા સમયમાં અરબી સમુદ્રમાં દક્ષિણ-પશ્ચિમમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનનાં પગલે લો પ્રેશર સર્જાવાને કારણે આ વાવાઝોડું 3 જૂનની આસપાસ ગુજરાત નજીક ફંટાય તેવી શક્યતા છે. જેથી દેશનાં પશ્ચિમી કાંઠે ગુજરાત અને મહારાષ્ટ્રનાં જિલ્લાઓમાં જૂનનાં શરૂઆતથી જ ભારે વરસાદ થવાની શક્યતા સેવાઇ રહી છે. ત્યારે બની શકે કે સમગ્ર સૌરાષ્ટ્રનાં 9 જિલ્લા અને મધ્ય-દક્ષિણ ગુજરાતનાં દરિયા કાંઠાનાં શહેરોને તે મોટી અસર કરી શકે તેમ છે.