'મોચા' વાવાઝોડું ધીરે ધીરે ખતરનાક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગના અનુસાર, તે આજે ગંભીર સ્વરૂપ ધારણ કરવા માટે તૈયાર છે. વાવાઝોડું બાંગ્લાદેશ-મ્યાનમારના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. આજે ચક્રાવાત ગંભીર વાવાઝોડામાં અને 14 મેના રોજ અત્યંત તીવ્ર વાવાઝોડામાં ફેરવાઈ જશે. તેના પર સતત નજર રાખવામાં આવી રહી છે. બંગાળમાં NDRFની આઠ ટીમ તૈનાત કરી દેવાઈ છે.