મ્યાનમારમાં ચક્રવાત મોચાએ તબાહી મચાવી છે. આ વિનાશક ચક્રવાતે બંદર શહેરોમાં ભારે તબાહી મચાવી છે. સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર 130 માઈલ પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનને કારણે રાજધાની સિત્તવેના કેટલાક ભાગોમાં પણ પૂર આવ્યુ હતું. આ ચક્રવાતને કારણે અત્યાર સુધી 81 લોકોના મોત થયા છે જ્યારે 100થી વધુ લોકો હજુ પણ લાપતા છે.