આજે દક્ષિણ આંધ્ર પ્રદેશ અને ઉત્તર તમિલનાડુના દરિયાકાંઠે ભયાનક ચક્રવાત 'મિચોંગ' ત્રાટકી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે ચક્રવાતને કારણે 90થી 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ચક્રવાત મિચોંગના કારણે તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ થઈ રહ્યો છે જેને પગલે ઘણી ટ્રેનો અને ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. આ ઉપરાંત ઘણા રાજ્યોમાં વરસાદનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે.