'મહા' વાવાઝોડાના સંકટને પહોંચી વળવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં સમીક્ષા બેઠક બોલાવી હતી. આ બેઠક બાદ મુખ્યમંત્રીએ મંત્રીઓને 'વાયુ'ની તૈયારીની જેમ જ સંભવિત જિલ્લાઓમાં જવા સૂચના આપી દીધી છે. દરમિયાન રાજ્યના કૃષિ સચિવ પૂનમચંદ પરમારે ખેડૂતોને તૈયાર પાક સલામત સ્થળે ખસેડવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે વાવાઝોડામાં જો ખેડૂતોને નુકસાની થશે તો ફરીથી સર્વે હાથ ધરાશે.