અરબ સાગરમાં સક્રિય થયેલા બિપરજોય વાવાઝોડાનું લેન્ડફોલ શરૂ થઈ ગયું છે. ત્યારે દરિયાકિનારે દ્વારકા અને કચ્છ જિલ્લામાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે. હાલ બંને જિલ્લામાંથી આઇવોલ પસાર થઈ રહી છે.
વાવાઝોડાની અસરને પગલે કચ્છના કંડલામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.
આ સિવાય જામનગરમાં પણ વાવાઝોડાના લેન્ડફોલની શરૂઆત થઈ ગઈ છે. અહીં પણ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે