ચક્રવાતી તોફાન 'મેંડૂસ' તમિલાડુમાં પહોંચી ચૂક્યુ છે. શુક્રવારે મોડી રાતે 'મેંડૂસ' વાવાઝોડાએ મામલ્લપુર નજીક દસ્તક દીધી. સમગ્ર દક્ષિણ ભારત વાવાઝોડાની અસર હેઠળ છે. વાવાઝોડાના પગલે તમિલનાડુ, પુડુચેરી અને આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે તમિલનાડુ, પુડુચેરી અને આંધ્ર પ્રદેશમાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે. તોફાનની અસર કર્ણાટક અને કેરળમાં છે.