ફેંગલ વાવાઝોડું શનિવારે (30મી નવેમ્બર) ઉત્તર તમિલનાડુ અને પોંડુચેરીની નજીક દસ્તક દીધી છે. ભારતીય હવામાન વિભાગ મુજબ, વાવાઝોડું આગામી ચાર કલાકની અંદરમાં તમિલનાડુ અને પોંડુચેરીના દરિયાકાંઠાને પાર કરશે. તેવામાં તમિલનાડુના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો. આ સાથે કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સાથે ભૂસ્ખલન થયું હોવાની જાણકારી મળી છે. પરંતુ વાવાઝોડાંની આપત્તિ પહેલા જ ચેન્નઈમાં ટ્રેન અને હવાઈ સેવાઓ બંધ કરાઈ છે. આ સાથે લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.