હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર 4 જૂનથી દેશમાં ચોમાસાની એન્ટ્રી થવાની હતી. એવામાં આજે રાજ્યમાં પણ મેઘરાજાએ બેટિંગ શરુ કરી દીધી છે. રાજ્યમાં આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ સાબરકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી
રાજ્યમાં હવામાન વિભગ અનુસાર અગામી 7થી 11 જૂન સુધી ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં 5 જૂને સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. આ વાવાઝોડુંને બિપોરજોય નામ અપાયુ છે. જેના કારણે 7 જૂનની આસપાસ સાયક્લોનિક સર્કયુલેશન લો પ્રેશર બની શકે છે. જેના કારણે વાવાઝોડા સાથે 7થી 11 જૂન સુધીમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.