હવામાન વિભાગે વાવાઝોડાના પગલે વરસાદની આગાહી કરી છે. બિપરજોય વાવાઝોડાને પગલે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. દેવભૂમિદ્વારકા, કચ્છમાં આજે ભારેથી અતિભારે વરસાદ પડશે. આજે પોરબંદર, જામનગર, મોરબીના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.