અરબી સમુદ્રમાં ઉઠેલા ચક્રવાતી તોફાન બિપરજોય ઝડપથી પાકિસ્તાનના કરાચી તરફ વધી રહ્યુ છે. આ 15 જૂને ગુજરાતના કચ્છ અને પાકિસ્તાનના કરાચીમાં કિનારા સાથે ટકરાશે. બિપરજોયની ભયાવહતાને જોતા પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં નીચાણવાળા વિસ્તારમાંથી 1 લાખ લોકોનું રેસ્ક્યુ માટે સેનાને તૈનાત કરવામાં આવી છે.
પાકિસ્તાન હવામાન વિભાગ અનુસાર બિપરજોય અતિ ગંભીર ચક્રવાતી તોફાનમાંથી ગંભીર ચક્રવાતી તોફાનમાં બદલાઈ ગયુ છે. આ કરાચીથી હજુ 410 કિલોમીટર દૂર છે. ચક્રવાત બિપરજોય એક બંગાળી શબ્દ છે. આનો અર્થ થાય છે આપત્તિ. 15 જૂને બિપરજોયના કરાચી સાથે સિંધના કિનારા વિસ્તારો સાથે પણ ટકરાવાની શક્યતા છે. જોકે, 17-18 જૂન સુધી આની તીવ્રતા ઓછી થઈ જશે. દરમિયાન પાકિસ્તાન માટે આ 72 કલાક મહત્વના મનાઈ રહ્યા છે.
વામાન વિભાગ અનુસાર બિપરજોય દરમિયાન 140-150 પ્રતિ કલાકની સ્પીડથી હવા ફૂંકાવાની શક્યતા છે. આ સિવાય કેન્દ્ર પાસે 170 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. એટલુ જ નહીં સમુદ્રમાં 30 ફૂટની ઊંચી લહેરો ઉઠવાની પણ શક્યતા છે