રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાના તોળાઇ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી પરિસ્થિતીનો કયાસ કાઢવા માટે તંત્ર સજ્જ છે. વાવાઝોડાના સંભવિત સંકટને પગલે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે
ભાજપના તમામ કાર્યકરોને જનતાના કામ માટે અને મદદરુપ થવા માટે સૂચના આપવામાં આવી છે. કાર્યકરોને ફૂડ પેકેટ તૈયાર રાખવા માટે પણ સૂચના આપવમાં આવી છે. ગુજરાતના તમામ જિલ્લાઓના કાર્યાલયોમાં આજથી ફૂડ પેકેટ બનાવાશે. સગર્ભા મહિલાઓની ખાસ કાળજી લેવા પણ તાકીદ કરી છે
પ્રદેશ ભાજપે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર
079-232 76 943
079-232 76 944