વાવાઝોડું આગામી 4 કલાકમાં લેન્ડ ક્રોસ થઈ જશે.150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. મધરાતે વાવાઝોડું લેન્ડફોલ થાય તેવી સંભાવના છે.
વાવાઝોડું ટકરાતા જ જુઓ કેવા થયા હાલ?
ભાવનગરમાં વાવાઝોડાએ બે માણસનો ભોગ લીધો છે. પશુઓને બચાવવા જતા પિતા-પુત્ર તણાયા હોવાની માહિતી મળી રહી છે.
કચ્છમાં આજે મોડી રાતે અતિભારે વરસાદની આગાહી
જ્યારે ઉત્તર ગુજરાતમાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી
આવતીકાલે સાંજ સુધી પવનની ગતિ સામાન્ય થવાની શક્યતા
વાવાઝોડું જખૌ પોર્ટથી 30 કિમી, કચ્છના નલિયાથી 70 કિમી, દ્વારકાથી 110 કિમી દૂર છે.
જખૌ તેમજ નલિયામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો
અનેક ઠેકાણે મોબાઈલના ટાવર ધરાશાયી
તડાવ-લોદ્રાણી ગામમાં ધોધમાર વરસાદને કારણે પાણી ભરાયા
કચ્છના તમામ વિસ્તારોમાં ભયંકર પવન
માંડવી, કંડલા, મુંદ્રા અને ગાંધીધામમાં ભારે પવન ફૂંકાયો
પોરબંદરમાં 60-70 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાનો શરૂ
દરિયાકિનારે ઊંચા મોજા ઉછળવાના શરૂ
પવનની ગતિ અને તીવ્રતામાં ભારે વધારો
સૌરાષ્ટ્રમાં પવનના સુસવાટા સાથે વરસાદ શરૂ
જામનગર જિલ્લામાં 61 વૃક્ષો ધરાશાયી