બિપરજોય વાવાઝોડાની અસરને લઇને પોરબંદરથી(Porbandar) મોટા સમાચાર આવ્યા છે.પોરબંદરની ચોપાટી સહેલાણીઓ માટે બંધ કરાઇ છે.ચોપાટીના પ્રવેશના તમામ દરવાજા બહાર બેરિકેટીંગ લગાડવામાં આવ્યું છે.જ્યાં સુધી વાતાવરણ સ્થિર નહિ થાય ચોપાટી સહેલાણીઓ માટે બંધ રખાશે.તો બીજી બાજુ પોરબંદરના દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે..વાવાઝોડાની અસર હેઠળ પોરબંદરનો દરિયો તોફાની બન્યો છે.