હવામાન વિભાગે બિપોરજોય વાવાઝોડાને લઈને એલર્ટ જાહેર કર્યું છે, આવામાં વાવાઝોડા દરમિયાન ટેલિકોમ સેવાઓને પણ નુકસાન થવાની આશંકાઓ સેવાઈ રહી છે. આવામાં વાવાઝોડાના કારણે ફસાયેલા કે જીવનના જોખમમાં મૂકાયેલા લોકોને ખાસ સુવિધા મળી રહે તે અંગે મહત્વનો નિર્ણય ટેલિકોમ કંપની દ્વારા લેવામાં આવ્યો છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે 15મીની સાંજના સમયની આસપાસ વાવાઝોડું જખૌ બંદર પાસેથી ક્રોસ કરી શકે છે, જેની અસર સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં થવાની શક્યતાઓ સેવાઈ રહી છે, જેના કારણે દેશની ટેલિકોમ ઓથોરિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે
વાવાઝોડાના સમયે મોબાઈલ નેટવર્કમાં ખલેલ પડવાની સંભાવનાઓ જોવાઈ રહી છે. આ સ્થિતિમાં લોકો કોઈ પણ નેટવર્કનો ઉપયોગ કરી શકશે જેથી કરીને મુશ્કેલીની ઘડીમાં તેઓ મહત્વનો નિર્ણય લઈ શકે છે. આ અંગે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વિટ કરીને માહિતી આપી છે.