ચક્રવાતી તોફાન 'બીપર જોય' ખતરનાક બની ગયો છે. હવામાન વિભાગે લર્ટ જારી કર્યું છે. ૧૫ જૂન સુધીમાં તે સૌરાષ્ટ્ર- કચ્છ સુધી પહોંચવાની સંભાવના છે. ત્યારે કલાકના ૧૫૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની પૂરી શક્યતા છે. ગોવાથી શરૂ કરી કચ્છનાં લખપત સુધી તે તબાહી મચાવી દઈ શકે તેમ છે તેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે.