ભારતીય હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ, ઓડિશા, પશ્ચિમી તટના દક્ષિણી હિસ્સા અને લક્ષદ્વીપના સમુદ્રીતટો પર ભારે પવન ફૂંકાવાની અને સમુદ્ર અશાંત રહેવાની ચેતવણી આપવામાં આવી છે. તેની સાથે માછીમારોને દરિયો નહીં ખેડવાની પણ સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગ પ્રમાણે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના સમુદ્રીતટો પર ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.