Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સાયબર નિષ્ણાતોએ સ્માર્ટ ફોન વપરાશકર્તાઓને (Smart Phone Users) માલવેર (Malware) વિશે ચેતવણી આપી છે. આને કારણે વિશ્વભરના લાખો વપરાશકર્તાઓએ કરોડો રૂપિયા ગુમાવ્યા છે. એટલા માટે ગૂગલે પ્લે સ્ટોર (Google Play Store) પર હાજર 136 ખતરનાક એપ પર પ્રતિબંધ મૂક્યો છે. જો આ એપ્સ તમારા ફોનમાં પણ હોય તો તેને તરત જ ડિલીટ કરો.
સુરક્ષા ટેકનોલોજીને ક્રોસ કરીને, સાયબર છેતરપિંડી કરનારાઓએ તમારા સ્માર્ટ ફોનમાં પ્રવેશ કર્યો છે. આ માટે તેઓએ તમારો ફોન હેક કર્યો નથી, પરંતુ ઘણા મહેમાનોને તેમાં દાખલ કર્યા છે. આ મહેમાનો એ ખતરનાક એપ્સ છે જે તમારા પૈસાથી લઈને ડેટા સુધી બધું ચોરી રહી છે.
સાયબર સુરક્ષા નિષ્ણાતોએ ‘ગ્રિફહોર્સ એન્ડ્રોઇડ ટ્રોજન’ નામનું મોબાઇલ પ્રીમિયમ સેવા અભિયાન શોધી કાઢ્યુ છે. તેણે વિશ્વભરમાં 10 મિલિયનથી વધુ એન્ડ્રોઇડ ફોન વપરાશકર્તાઓને ટારગેટ બનાવ્યા છે. જ્યારે સામાન્ય ઓનલાઇન કૌભાંડો ફિશિંગ તકનીકોનો લાભ લે છે, ગ્રિફહોર્સ એન્ડ્રોઇડ ટ્રોજન અનન્ય છે. તે ટ્રોજન તરીકે કામ કરતી Android એપ્લિકેશન પાછળ છુપાયેલ છે.
પ્રતિબંધિત કેટલીક એપ્લિકેશન્સ 
હેન્ડી ટ્રાન્સલેટર પ્રો, હાર્ટ રેટ ટ્રેકર, પલ્સ ટ્રેકર, જિયોસ્પોટ, જીપીએસ લોકેશન ટ્રેકર, આઇકેર, ફાઇન્ડ લોકેશન, માય ચેટ ટ્રાન્સલેટર જેવી એપ્સનો સમાવેશ થાય છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ