પટનામાં બેસીને અમેરિકન નાગરિકો સાથે સાયબર ઠગાઈ કરનારી ગેંગની તપાસમાં બિહાર પોલીસ ઈન્ટપોલની મદદ લેશે. ADG હેડક્વાર્ટર જેએસ ગંગવારે પટનામાં જણાવ્યું હતું કે દિઘા પોલીસ સ્ટેશને સાયબર ફ્રોડ સંબંધિત કેસમાં ત્રણ શાતિરોની ધરપકડ કરી છે. પશ્ચિમ બંગાળમાં રહેતા આ ઠગો દ્વારા લોકોને ફસાવવા માટે રિન્ટ સેન્ટર, સ્કાયપ, ટેક્સ્ટ નાઉ જેવી એપનો ઉપયોગ કરવામાં આવતો હતો.
તેમણે કહ્યું કે, ઠગાઈનો આ મામલો વિદેશ સાથે સંબંધિત છે તેથી તેની તપાસ માટે ઈન્ટરપોલની મદદ લેવામાં આવશે. આ ગેંગનો લીડર હાલમાં ફરાર છે પરંતુ પોલીસે તેની ઓળખ કરી લીધી છે. તેમણે કહ્યું કે, પોલીસ તેની ધરપકડ કરવાનો પ્રયાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, પટનામાં કોલ સેન્ટર ખોલીને કેટલાક બદમાશો અમેરિકન નાગરિકોને છેતરપિંડીનો શિકાર બનાવી રહ્યા હતા. આ કેસમાં પોલીસે દાનિશ અરશદ, સબ્બીર અહેમદ અને અમીર સિદ્દીકીની ધરપકડ કરી છે.