દેશમાં ઈન્ટરનેટ અને સ્માર્ટફોન્સનો પ્રસાર વધવાની સાથે સાઈબર ફ્રોડનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આવા સંજોગોમાં સાઈબર છેતરપિંડી રોકવા માટે કેન્દ્ર સરકારે ગુરુવારે મહત્વપૂર્ણ પગલું ઊઠાવ્યું છે. ટેલિકોમ વિભાગે હવે સીમ કાર્ડ વેચતા ડીલર્સ માટે પોલીસ અને બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત કર્યું છે. વધુમાં બલ્કમાં સીમ કાર્ડના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. વધુમાં સરકારે સાઈબર ફ્રોડ સંબંધિત સીમ કાર્ડ સામે ડિજિટલ સ્ટ્રાઈક કરતાં બાવન લાખ મોબાઈલ કનેક્શન્સ રદ કરી દીધા છે.